click here to go to advertiser's link
Total Visitors : 3044822  
       
21-Jan-2018, Sunday
Home -> Kutch -> Congress takes dig on Bhuj MLA Should hounour President
Wednesday, 10-Jan-2018 - Bhuj 16098 views
ધારાસભ્યએ જિ.પં. પ્રમુખનું અપમાન કેમ કર્યું? પગલાં લો, ના ચલાવાય
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષી નેતા વી.કે. હુંબલે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખના કરાયેલાં અપમાનનો મુદ્દો ઉઠાવતાં શાસક પક્ષમાં સન્નાટો છવાઈ ગયો હતો. હુંબલે જણાવ્યું હતું કે, ધારાસભ્યએ પ્રમુખનો બહિષ્કાર કર્યો તે દુઃખદ છે. ચૂંટાયેલાં પ્રતિનિધિઓનું માન સન્માન જળવાવું જોઈએ. તે જળવાયું નથી તે બાબત દુઃખદ છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

હુંબલનો ઈશારો તાજેતરમાં હોડકો ખાતે યોજાયેલા પશુ મેળા વખતે ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય ચાલુ કાર્યક્રમે નીકળી ગયા બાદ સ્ટેજ પર એકલાં અને અપમાનજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલાં જિલ્લા પંચાયત પ્રમુખની પરિસ્થિતિ સામે હતો. જો કે, હુંબલે ધારાસભ્યનો નામોલ્લેખ કર્યો નહોતો. સભાખંડમાં એકાએક હુંબલે આ મુદ્દો ઉઠાવતાં શાસક પક્ષનાં સૌ સભ્યોના મોંઢા સીવાઈ ગયા હતા. અમુક સિનિયર સભ્યોએ મોઢા નીચા ઘાલી દીધા હતા. હુંબલે આ મુદ્દો ઉઠાવી ચૂંટણી બાદ ભાજપમાં ભભુકી રહેલાં આંતરિક અસંતોષની આગની દેખાયેલી ઝાળને ફૂંક મારી પ્રજ્વલિત રાખવાનો પરોક્ષ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમણે ઉઠાવેલો આ મુદ્દો ભાજપના સૌ સભ્ય માટે એટલો કારી ઘા સમાન હતો કે તેમની રજૂઆત બાદ કોઈ કશું બોલી શક્યું નહોતું. ખુદ જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયાની આંખો પણ નીચી થઈ ગઈ હતી અને તે મૌન રહ્યાં હતા. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ હુંબલે પ્રમુખની ચેમ્બરમાં પણ આ મુદ્દો ઉઠાવી પ્રોટોકોલના ગૌરવની વાત જણાવી હતી. ઉલ્લેખનીય છે કે, નીમાબેનના વિજય બાદ હવે જિલ્લા પંચાયતમાં તેમના કેમ્પના ગણાતાં કેટલાંક સદસ્યો ‘મૂછે તાવ દઈ’ ફરવા માંડ્યાં છે. તાજેતરમાં જ એક સભ્યએ પંચાયતના વિવિધ અધિકારીઓ આગળ શેખી મારી હતી કે જો, જો, હવે હું પંચાયતમાં પ્રમુખને પલટાવું છું. ભાજપમાં ઠેર ઠેર ઉકળી રહેલાં આંતરિક અસંતોષના ચરૂ સામે જિલ્લા ભાજપ સંગઠનની ઘોર નિષ્ક્રિયતા નિહાળી ભાજપના સંનિષ્ઠ કાર્યકરો પેટ બાળી રહ્યાં છે.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ