click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Kutch -> Cold wave sweeps Kutch Naliya records 10.4 Degree C
Thursday, 07-Dec-2017 - Bhuj 6031 views
કચ્છમાં “દેખો ત્યાં ઠાર” નલિયા-ભુજ રાજ્યમાં સૌથી ઠંડા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઓખી વાવાઝોડાનાં પગલે કચ્છમાં કડકડતી કાશ્મિરી ઠંડીનો દોર ચાલુ થયો છે. ચૂંટણી પ્રચારની પરાકાષ્ઠાની ગરમી વચ્ચે સૂરજબારીથી લઈ નારાયણ સરોવર સુધી સર્વત્ર ‘દેખો ત્યાં ઠાર’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કચ્છના કોલ્ડસીટી નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો આજે વધુ બે ડીગ્રી સેલ્સિયસ ગગડીને 10.4 ડીગ્રી પર ઉતરી ગયો છે. તો, 12.4 ડીગ્રીએ ભુજ અને 13.7 ડીગ્રીએ કંડલા એરપોર્ટ ગળપાદર કેન્દ્ર પણ ઠંડા રહ્યાં છે.

વેગીલા વાયરાના કારણે ભરબપોરે સૂરજના કઠોર કિરણો પણ ‘કૂણાં’ લાગી રહ્યાં છે. દિવસનું મહત્તમ તાપમાન પણ ગગડીને સરેરાશ 25થી 26 ડીગ્રી સેલ્સિયસ પર ઉતરી ગયું છે. લઘુત્તમ તાપમાનમાં 10.4 ડીગ્રી સાથે નલિયા વધુ એકવાર ઠંડીમાં આખા ગુજરાતમાં શિરમોર રહ્યું છે. તો, ભુજ ત્રીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. પવનના કારણે ઉત્તરના હિમપવનો વધુ ડંખીલા બનતાં અબડાસાથી હાજીપીર, ભુજની રણકાંધી અને પૂર્વના વિસ્તારોમાં સર્વત્ર ઠારનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર