click here to go to advertiser's link
Total Visitors : 4520248  
       
25-Apr-2018, Wednesday
Home -> Kutch -> Bhuj court dismisses bail plea in bribe case on morale ground
Monday, 16-Apr-2018 - Bhuj 7062 views
સર, પ્રશ્ન 40 રૂ.ની લાંચનો નહીં, ભ્રષ્ટ માનસિક્તાનો છે! આરોપીની જામીન અરજી રદ્દ

કચ્છખબરડૉટકોમ,ભુજઃ સૂરજબારીમાં વનતંત્રની ચેકપોસ્ટ પરથી પસાર થતાં લાકડાં ભરેલાં વાહનો પાસેથી નાણાંની ઉઘરાણી કરતાં વનરક્ષકની નિયમિત જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપીને પાંચ દિવસ પૂર્વે એન્ટી કરપ્શન બ્યૂરૉએ 40 રૂપિયાની લાંચ સ્વિકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આજે તેને ભુજમાં સેશન્સ કૉર્ટમાં રજૂ કરાયો ત્યારે બચાવ પક્ષે તે માંડ 40 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો હોવાનો મુદ્દો રજૂ કરી તેની જામીન અરજી મંજૂર કરવા દલીલ કરી હતી. પરંતુ, સ્પેશિયલ સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ કૉર્ટમાં રજૂઆત કરી હતી કે લાંચના આ કિસ્સામાં સવાલ 40 રૂપિયા જેવી નજીવી રકમનો નથી પરંતુ સવાલ સરકારી કર્મચારીની ભ્રષ્ટ માનસિક્તાનો છે. ભ્રષ્ટાચાર  આજે સર્વવ્યાપી સડો બની ગયો છે. વિશેષ સરકારી વકીલ કલ્પેશભાઈએ સમગ્ર દલીલો કેસના ‘મેરીટ’ના બદલે ‘મોરલ’ પર કરી હતી. જેને ગ્રાહ્ય રાખી નવમા અધિક સેશન્સ જજ સી.એસ.અધ્યારૂએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ