click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Kutch -> 13 year old minor girl get pregnant in Nakhtrana
Wednesday, 06-Dec-2017 - Nakhtrana 9949 views
નખત્રાણામાં ખેતમજૂરની 13 વર્ષની દીકરી ગર્ભવતી બનતાં ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણા વાડી વિસ્તારમાં કામ કરતાં આદિવાસી ખેતમજૂરની 13 વર્ષની સગીર દીકરી સાથે અજાણ્યા હવસખોરે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. 13 વર્ષની દીકરી બે માસથી માસિક ધર્મમાં ના બેસતાં તેના પિતાએ મેડીકલ ચેકઅપ કરાવતાં બનાવ બહાર આવ્યો છે. 13 વર્ષિય કન્યા તેના પિતા સાથે નખત્રાણા-બેરૂ રોડ પર પાટીદાર ખેડૂતની વાડીમાં ખેતમજૂરી કરે છે.

છેલ્લાં બે માસથી દીકરી માસિક ધર્મમાં બેસી ના હોઈ તેના પિતા આજે તેને નખત્રાણાની સરકારી હોસ્પિટલે લઈ ગયાં હતા. જો કે, પરિસ્થિતિ પામી ગયેલાં તબીબોએ તેમને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે સઘન ચેકઅપ માટે મોકલ્યાં હતા. જી.કે.માં તબીબી તપાસના અંતે આ કન્યા ગર્ભવતી હોવાનું સ્પષ્ટ થતાં જ સૌના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. હતપ્રભ બની ગયેલી દીકરી પોતાની સાથે કોણે દુષ્કર્મ આચર્યું છે તે અંગે કશું બોલી શકતી નથી. ઘટના અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ પાડી નખત્રાણા પોલીસને જાણ કરી છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર