click here to go to advertiser's link
Total Visitors : 4520253  
       
25-Apr-2018, Wednesday
Home -> Gandhidham -> Two death due to accident and suicide reported in East Kutch today
Friday, 06-Apr-2018 - Gandhidham 12709 views
મોડવદર રોડ પર ટ્રેલર અડફેટે યુવકનું મોત, રાપરમાં કંડક્ટરનો આપઘાત

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતથી બે લોકોના અકાળે મોત નીપજ્યાં છે. રાપર એસટી બસ મથકમાં વહેલી પરોઢે ચારથી પાંચ વાગ્યાના અરસામાં સાગર ચૌહાણ નામના 30 વર્ષિય બસ કંડક્ટરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાલનપુરના મડાણા ગામના સાગરના મૃતદેહ પાસેથી ‘મમ્પી પપ્પા મને માફ કરજો’ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. એસટી બસ સ્ટેશનના ઉપરના ભાગે ડ્રાઈવર-કંડક્ટરના રેસ્ટરૂમ બહાર આવેલા બાથરૂમ નજીક ચોકડીમાં બારી પાસે સાગરે ગળેફાંસો ફાંસો ખાઈ લીધો હતો. જો કે, જે રીતે બેઠેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો તેનાથી આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘેરાયું હતું. જો કે, પોલીસની પ્રાથમિક તપાસ અને પીએમના પ્રાથમિક રીપોર્ટના આધારે પીએસઆઈ ચૌધરીએ આ બનાવ આત્મહત્યાનો જ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, ગાંધીધામ નજીક મોડવદર રોડ પરના પુલીયા નીચે સર્વિસ રોડ પર ટ્રેલર અડફેટે 49 વર્ષિય યુવકનું કચડાઈ જતાં મોત નીપજ્યું છે. આજે બપોરે આ દુર્ઘટના ઘટી હતી. મૃતક પોકરલાલ ગિરધારીલાલ બાવલ (ઉ.વ.49, રહે. રેલવે ઝુંપડા, ભારતનગર, ગાંધીધામ) અતુલ શક્તિ છકડા પાસે ઉભા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલાં ટ્રેલર(જીજે 12 એટી 8417)એ ટક્કર મારતાં ગંભીર ઈજાઓથી તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ