click here to go to advertiser's link
Total Visitors : 3044837  
       
21-Jan-2018, Sunday
Home -> Gandhidham -> Scuffle between two party in Adipur last night
Thursday, 11-Jan-2018 - Aadipur 10123 views
આદિપુરમાં વીશીના નાણાંની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરમાં વીશીના પૈસાની ઉઘરાણીની જૂની માથાકૂટમાં ગત રાત્રે સામસામી ગડદા-પાટુની મારામારી થતાં પોલીસે બંને પક્ષના 26 લોકો સામે સામસામી ફોજદારી ફરિયાદો નોંધી છે. બનાવમાં એક પક્ષે છેડતી અને અપહરણનો આરોપ પણ કર્યો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આદિપુરના વૉર્ડ પાંચ એ, પ્લોટ નં. 459માં રહેતા કંચનબેન દિપકભાઈ નવાણી (ઉ.વ. 32) ગત રાત્રે 11 વાગ્યે શહેરમાં આવેલી ફાર્મવિલા રેસ્ટોરન્ટમાં પતિ સાથે ભોજનનું પાર્સલ લેવા ગયા હતા.

તે સમયે રેસ્ટોરન્ટના પાર્ટનર રાજદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને તેના 15 સાગરિતોએ નાણાંની ઉઘરાણીના અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી કંચનબેને પહેરેલાં કપડાંને સ્પર્શી-ફાડવાની કોશીશ કરી છેડતી કરી તેમને લાફા માર્યા હતા. એટલું જ નહીં, આરોપીઓ મોબાઈલ ફોન ઝુંટવી લઈ તેમના પતિને માર મારી અપહરણ કરી ગયા હોવાનો આક્ષેપ કંચનબેને ફરિયાદમાં કર્યો હતો. બીજી તરફ, જેના પર આરોપ થયો તે રાજદિપસિંહે પોલીસ મથકમાં દંપતિ અને તેની સાથે રહેલાં અન્ય 8 અજાણ્યા સાગરિતો વિરૂધ્ધ મારામારી વળતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દિપક નવાણી અગાઉ વીશી ચલાવતો હતો. રાજદિપસિંહે તેમાં પાંચેક લાખ રૂપિયા ભર્યાં હતા. આ નાણાં પરત મેળવવાની ઉઘરાણીનો ડખ્ખો ચાલે છે. થોડાંક સમય અગાઉ પણ દંપતિએ રાજદિપસિંહ સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કંચનનો પતિ દિપક દારૂ પીધેલી હાલતમાં ઝઘડો કરતો હોઈ રાજદિપસિંહ તેને પકડીને આદિપુર પોલીસ મથકે લઈ ગયો હતો. જ્યાંથી તે જતો રહ્યો હતો. બનાવની તપાસ કરી રહેલાં આદિપુરના સેકન્ડ પીએસઆઈ કે.કે. જાડેજાએ આ બાબતનું સમર્થન કરી કચ્છખબરને જણાવ્યું હતું કે બનાવનું મૂળ કારણ નાણાંની લેતી-દેતી છે. બંને પક્ષે નોંધાવેલી ફરિયાદની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છીએ.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ