click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Gandhidham -> Railway staff helps woman in medical emergency
Tuesday, 28-Nov-2017 - Bhuj 10338 views
ગાંધીધામની મહિલાને પ્રસવપીડા ઉપડતાં ટ્રેઈન અટકાવાઈ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રેલવે સ્ટાફની સમયસૂચકતા અને માનવતાના પગલે ગાંધીધામમાં રહેતી પ્રસુતા મહિલા માટે ખાસ ટ્રેઈન અટકાવીને મેડિકલ સુવિધા અપાતાં તેની સરળતાથી સુવાવડ થઈ છે. ગાંધીધામથી આસામના કામરૂપ જિલ્લામાં આવેલા કામાખ્યા જતી ટ્રેઈનમાં ગાંધીધામથી બેસેલી મહિલાને પ્રસવ પીડા ઉપડતાં ટ્રેન રોકાવી મહિલાને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

ગાંધીધામમાં કામધંધાર્થે સ્થાયી થયેલાં છંગેલાલ તેમની પત્ની આરતી સાથે પટણા જવા ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસમાં બેઠા હતા. આરતી ગર્ભવતી હતી. ટ્રેઈન બિહારનું પટણા રેલવે સ્ટેશન વટાવી આગળ ધપી રહી હતી ત્યારે ચાલુ ટ્રેઈને આરતીને એકાએક પ્રસવ પીડા ઉપડી હતી. જેના પગલે કૉચમાં રહેલાં મુસાફરોએ ટીટીઈને જાણ કરી હતી. પરિસ્થિતિ પામીને ટીટીઈએ આગળ આવતા અછલ્દા સ્ટેશને જાણ કરતાં ટ્રેઈન ત્યાં અટકાવવા નિર્ણય લેવાયો હતો. બીજી તરફ, અછલ્દા રેલવે સ્ટેશનનો સ્ટાફ તુરંત હરકતમાં આવી ગયો હતો. સ્ટાફે તુરંત એમ્બ્યુલન્સ બોલાવી દીધી હતી. જેવી ટ્રેઈન થોભી કે આરતીને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાઈ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. જ્યાં આરતીએ બાળકના નોર્મલ ડિલીવરી થઈ હતી. માતા અને શિશુ બંનેની તબિયત સારી હોવાનું તબીબે જણાવ્યું છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર