click here to go to advertiser's link
Total Visitors : 4520247  
       
25-Apr-2018, Wednesday
Home -> Gandhidham -> Gandhidham court orders life imprisonment to murderer
Wednesday, 11-Apr-2018 - Gandhidham 11782 views
ચુડવામાં પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરનારાં ચોકીદારને આજીવન કેદ, 20 હજારનો દંડ

કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ચુડવામાં આવેલા બેન્સામાં કામ કરતાં શ્રમિકની કરપીણ હત્યા કરવાના કેસમાં આજે કૉર્ટે આરોપી ચોકીદારને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાનો બનાવ ગત 30મી જૂન 2017નાં રોજ ગાંધીધામના ચુડવા ગામની સીમમાં આવેલી જિંદાલ વુડ પ્રોડક્ટ્સ નામની કંપનીની અંદર બન્યો હતો. આરોપી કાલુ ઊર્ફ કાલિયા શાહુ કે જે મૂળ ઓરિસ્સાનો વતની છે તે ચોકીદાર તરીકે ફેક્ટરીમાં કામ કરતો હતો. બનાવની સવારે દસેક વાગ્યે તેણે તેની સાથે ઝુંપડામાં રહેતાં ઓમપ્રકાશ ઊર્ફે લાલાના માથામાં વજનદાર પાનાના ઉપરાઉપરી ઘા મારી બેહોશ કરી નાખ્યો હતો. બાદમાં તેને અંદર ઘસડીને તેના ગુપ્તભાગ સહિત શરીરના અન્ય અંગો પર તીક્ષ્ણ હથિયાર તેમજ ધોકાથી પ્રહાર કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ તેણે લોહીથી ખરડાયેલાં પોતાના કપડાં ધોઈ નાખ્યા હતા તેમજ નીચે પડેલાં લોહીના દાગ પણ ધોઈ નાખ્યાં હતા. હત્યા કેસમાં આજે કાલુને ગાંધીધામના આઠમા અધિક સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધાએ આઈપીસી 302 હેઠળ હત્યા કેસમાં દોષી ઠેરવી તેમજ આઈપીસી 201 હેઠળ પૂરાવાનો નાશ કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સાથે કુલ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ હત્યા કેસમાં સરકારી વકીલ તરીકે એસ.જી.રાણાએ દલીલો કરી હતી. કચ્છખબર સાથે વાત કરતાં એસ.જી.રાણાએ જણાવ્યું કે, મૃતક મધ્યપ્રદેશનો વતની હતો અને આરોપી ઓરિસ્સાનો રહેવાસી છે. બનાવના દિવસે આરોપી સૂતો હતો ત્યારે મરનારે તેને જગાડતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાટમાં આવીને તેણે હત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ