click here to go to advertiser's link
Total Visitors : 3044832  
       
21-Jan-2018, Sunday
Home -> Gandhidham -> Add Sessions Court Gandhidham convicts brother and sister under IPC 306
Tuesday, 09-Jan-2018 - Gandhidham 8969 views
ગાંધીધામમાં પ્રેમિકાના આપઘાત માટે પ્રેમી અને તેની બહેનને 5-5 વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગણેશનગરમાં વર્ષ 2015માં એક યુવતીએ કરેલાં આત્મહત્યાના કેસમાં ગાંધીધામ કૉર્ટે યુવતીના પ્રેમી અને પ્રેમીની બહેનને આત્મહત્યા માટે દુષ્પ્રેરવા બદલ દોષી ઠેરવી 5-5 વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે. ગાંધીધામના ગણેશનગરમાં રહેતી અનુસૂચિત જાતિની 19 વર્ષિય યુવતી શહેરમાં રહેતાં કાર્તિક ઊર્ફે કર્તવ્ય ભાઈલાલ પૂજારા સાથે પ્રેમમાં પડી હતી. કાર્તિકે તેને લગ્નની લાલચ આપી અવારનવાર જાતીય સુખ માણ્યું હતું.

જો કે, કાર્તિકના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. એક દિવસ કાર્તિકની બહેન શિવાનીએ યુવતીના ઘેર જઈ પોતાના ભાઈ સાથે કોઈ સંબંધ ના રાખવા તેમજ ‘તમે લોકો માંસ-મટન ખાવ છો તેથી મારા ભાઈ સાથે તારા હરગીઝ લગ્ન નહીં થાય’ તેમ કહી સંબંધ તોડી નાખવા બખેડો કર્યો હતો. કાર્તિકે પણ પ્રેમિકાનો શારીરિક ઉપભોગ કર્યાં બાદ જાણે તેને તરછોડી દીધી હતી. આ ઘટના બાદ મનમાં લાગી આવતાં યુવતીએ 19 માર્ચ 2015નાં રોજ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરતી વખતે તેણે પોતાના આપઘાત માટે પ્રેમી કર્તવ્ય, તેની બહેન શિવાની, પિતા ભાઈલાલ પૂજારા અને માતા કૈલાસબેનને જવાબદાર ઠેરવતી સ્યુસાઈડ નોટ લખી હતી. જેનાં પગલે પોલીસે ચારેય સામે એટ્રોસીટી એક્ટ, આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની કલમ આઈપીસી 306 તેમજ કાર્તિક વિરૂધ્ધ દુષ્કર્મની કલમ 376 હેઠળ કેસ નોંધી તેમની ધરપકડ કરી હતી. જે-તે સમયે આરોપીઓ ધરપકડ બાદ જામીન પર મુક્ત થઈ ગયાં હતા. દરમિયાન આ કેસમાં આજે કૉર્ટે ફરિયાદી, મૃતક યુવતીના કાકા, ડૉક્ટર અને કેસની તપાસ કરનારાં પોલીસ અધિકારીઓની જુબાની, મૃતક યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સહિતના પૂરાવાને ધ્યાને રાખી પ્રેમી કાર્તિક અને તેની બહેન શિવાનીને આઈપીસી 306 હેઠળ દોષી ઠેરવી પાંચ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જો કે, કાર્તિકના માતા-પિતાને કૉર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. અધિક સેશન્સ જજ ડી.આર. ભટ્ટે ચુકાદો આપ્યો હતો. કેસમાં સરકાર તરફે ડી.બી.જોગીએ તર્કબધ્ધ દલીલો કરી તહોમત પૂરવાર કર્યું હતું. ફરિયાદ પક્ષના વકીલ આર.ડી. માતંગે પણ ગુનો પૂરવાર કરવા માટે દલીલો કરી હતી.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ