click here to go to advertiser's link
Total Visitors : 3044811  
       
21-Jan-2018, Sunday
Home -> Bhuj -> Two person attacks on farmer near Sumarasar village of Bhuj
Friday, 12-Jan-2018 - Bhuj 17079 views
સુમરાસરમાં શિકાર કરવા ના પાડનારા વાડીમાલિક પર બે જણનો હુમલો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સુમરાસર શેખ-ઢોરી ગામની સીમમાં બંદુક જેવા હથિયારથી શિકાર કરવા આવેલા નાના વરનોરાના બે શખ્સોને વાડીમાલિકે શિકાર ના કરવા જણાવતાં બંને જણે તેને માર માર્યો હોવાનો બનાવ ભુજ બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાયો છે. સુમરાસર શેખમાં રહેતાં ફરિયાદી વિરમ જીવા ચાડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, નાના વરનોરાનો ઈકબાલ સુલેમાન ભચુ અને વાહેબ સુલેમાન ભચુ બુધવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં સુમરાસર શેખથી ઢોરી ગામના સીમાડે આવેલી તેની વાડી નજીક જીપ અને મોટર

સાયકલ લઈને શિકાર કરવા આવ્યા હતા. તેમણે ફાયરીંગ કરતાં તેના ભડાકાનો અવાજ સાંભળીને ફરિયાદીએ બંને જણને ફાયરીંગ અને શિકાર ના કરવા જણાવ્યું હતું. જેથી આરોપીઓએ ઉશ્કેરાઈને તેને ગાળો બોલી ધકબુશટનો માર માર્યો હતો. મારામારી દરમિયાન આરોપીઓએ વિરમના મોઢા પર ડાબી આંખ નીચે બંદુક જેવા હથિયારનો કુંદો મારી ઈજા કરી હતી. બે દિવસ જૂના બનાવમાં ફરિયાદીએ સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ ગત મોડી રાત્રે 10 વાગ્યે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બંને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી 323, 504, 506 (2), 114 અને જીપી એક્ટની કલમ 135 હેઠળ બંને આરોપી સામે ગુનો નોંધ્યો છે. તપાસ પીએસઆઈ જે.ડી. ઓઝાને સોંપાઈ છે.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ