click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Bhuj -> Loriya attack may play vital role for Nimaber in election
Sunday, 03-Dec-2017 - Bhuj 18245 views
ભુજ બેઠક પર લોરીયા પથ્થરમારા પ્રકરણના પ્રત્યાઘાત પર સૌની મીટ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની બેઠક પર ભાજપના ઉમેદવાર નીમાબેને ચૂંટણી પ્રચાર શરૂ તો કરી દીધો છે પરંતુ લોરીયા ગામનું પાટીયું જોઈને બેનને હજુ પણ જૂનું પ્રકરણ યાદ આવી જાય છે! આ પ્રકરણ તેમની હાર જીત માટે નિર્ણાયક બની રહે તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ગત એપ્રીલમાં લોરીયા પાસે 120 કિલોમીટરની ઝડપે દોડી રહેલી બેનની કાર પર પથ્થરમારો થયો હતો. કારના કાચ તૂટી ગયા હતા પણ બેનનો “ચમત્કારિક” રીતે બચાવ થયો હતો. જેમાં તેમણે આઠેક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

નીમાબેન પરના હુમલા પાછળ ભાજપના લોરિયાના સ્થાનિક આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હઠુભા જાડેજાનો દોરીસંચાર હોવાનું ચર્ચાતું હતું. જો કે, પાછળથી સમગ્ર બનાવ બૂમરેંગ જેવો સાબિત થયો હતો. કારણ કે, રાજકીય માથાઓને રાજી રાખવા પોલીસે આરોપીઓને પકડીને જામીન આપવાના બદલે કૉર્ટમાં રજૂ કરતાં કૉર્ટે પોલીસ અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા. 7 વર્ષથી ઓછી સજાપાત્ર કેસમાં આરોપીઓને પોલીસ મથકમાં જામીન ના આપવા બદલ કૉર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી. તો, બાદમાં આરોપી પક્ષે પ્રતિફરિયાદ નોંધાવતાં કૉર્ટે નીમાબેન સહિતના લોકોની કૉલ ડીટેઈલ મગાવી હતી. જેમાં બેન પર ભીંસ વધી હતી. જો કે, ત્યારબાદ આ તપાસનું જાણે ફિંડલું વળી ગયું હોય તેમ કશી પ્રગતિ ના થઈ અને ત્યારપછી તો સંબંધિત અધિકારીઓ પણ બદલાઈ ગયાં. ઉલ્લેખનીય છે કે, બનાવને કોંગ્રેસે રાજકીય લાભ ખાટવા ઉપજાવી કાઢેલો ગણાવ્યો હતો. લોરીયાના આ પ્રકરણને લઈ વર્તમાન ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. લોરીયા પ્રકરણ ઉપરાંત કંડલા પોર્ટની જેટીમાં નીમાબેનના પુત્રએ કરેલાં કરોડોના કથિત કૌભાંડના આરોપનો મુદ્દો પણ ચર્ચામાં છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર