click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Bhuj -> LCB west nabs accuse in motor cycle theft case, reveals two more crime
Tuesday, 13-Mar-2018 - Bhuj 1846 views
ભુજમાંથી LCBએ ચોરી અને ચીલઝડપ કરનારાં શખ્સને ઝડપ્યો

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચોરી અને મોબાઈલ ફોનની ચીલઝડપ કરનારાં ભુજના એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી ત્રણેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એલસીબીએ ભુજના ભીડનાકા બહાર  સલીયાવાળા માતમમાં રહેતાં રીયાઝ ભચુ મમણને ચોરીની મોટરસાયકલ, એક વજનકાંટા અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે પ્રાથમિક પૂછતાછમાં રીયાઝ કબુલ્યું છે કે, મોટર સાયકલ તેણે ગત સાતમી તારીખે સ્ટેશન રોડ પરથી ચોરી હતી. તેની પાસેથી જે વજનકાંટો મળ્યો છે તે વજનકાંટો તેણે ત્રણ-ચાર દિવસ પહેલાં ભુજની મચ્છીમાર્કેટમાં આવેલી એક દુકાનનું તાળું તોડી ચોર્યો હતો. તો, મોબાઈલ ફોન તેણે આત્મારામ સર્કલ પાસે એક હિંદીભાષી યુવક પાસેથી ઝુંટવી લીધો હતો. આરોપી પાસેથી પોલીસને છરી પણ મળી આવી છે. વિવિધ કલમો તળે એલસીબીએ રીયાઝની ધરપકડ કરી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ