click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Bhuj -> Five bootlegger arrested under PASA by West Kutch LCB
Sunday, 03-Dec-2017 - Bhuj 11039 views
પશ્ચિમ કચ્છના એકસાથે 5 બૂટલેગરની પાસા તળે ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કડક બનેલી પશ્ચિમ કચ્છ પોલીસે આજે એક જ દિવસમાં પાંચ બૂટલેગરોને પાસા હેઠળ વિવિધ જેલમાં ધકેલી દીધા છે. પોલીસે દારૂબંધીના ગુનામાં અગાઉ ઝડપાયેલાં આરોપી (૧) રવુભા ઉર્ફે પ્રેમસિંહ મનોરજી જાડેજા (ઉ.વ.૩૬, રહે. બિબર, નખત્રાણા) (ર) હિતેશ ગોવિંદ ઠક્કર (ઉ.વ.૩૭, રહે. પ્રમુખસ્વામીનગર, ખાવડા, ભુજ) (૩) બિપીન જયંતીલાલ ઠક્કર (ઉ.વ.૩૭, રહે. પ્રમુખસ્વામીનગર, ખાવડા, ભુજ) (૪) કિશોર હેમરાજ કારીયા

(ઉ.વ.૨૯, રહે. જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ, સુરમંદિર સામે, ભુજ) અને (૫) કાનજી ઉર્ફે કાનો ઇબ્રાહિમ કોલી (ઉ.વ.૨૮, યક્ષનગરી, મિરઝાપર, ભુજ)ને પાસાના પિંજરામાં ફીટ કરી દીધા છે. આરોપીઓ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂર કરતાં પાંચેયની ધરપકડ કરી અનુક્રમે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેલમાં ધકેલી દેવાયાં છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર