click here to go to advertiser's link
Total Visitors : 4520269  
       
25-Apr-2018, Wednesday
Home -> Bhuj -> DM publish notification of speed limits for various road of Bhuj city
Tuesday, 10-Apr-2018 - Bhuj 16121 views
ખબરદાર! ભુજમાં 40 કિ.મી.થી વધુ સ્પિડે વાહન ના હંકારવુંઃ કલેક્ટરનું જાહેરનામું

કચ્છખબરડૉટકોમ, ભુજઃ જિલ્લા મથક ભુજમાં એક્સીડેન્ટ ઝોનમાં ફેરવાઈ ગયેલાં વિવિધ રીંગરોડ સહિતના જાહેર માર્ગો પર અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે. ત્યારે, જિલ્લા મેજિસ્ટ્રેટે આ વિસ્તારોમાં વાહનોની ગતિ મર્યાદા પર પ્રતિ કલાક 40 કિલોમીટરનું નિયંત્રણ નક્કી કરતું જાહેરનામું પ્રગટ કર્યું છે. માંડવીના લાયજા રોડ અને ગઢશીશા 3 રસ્તા સુધીના માર્ગ માટે પણ સ્પીડ લીમીટ નક્કી કરાઈ છે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧)બી હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહને સવારના 7 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી ભુજના આર.ટી.ઓ. સર્કલથી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી રિલાયન્‍સ સર્કલ થઇ પ્રિન્‍સ રેસીડેન્‍સી ત્રણ રસ્‍તા, ત્યાંથી મિરજાપર રોડ-એસ.વી.સી.ટી. ચાર રસ્‍તા સુધીનો માર્ગ, પ્રિન્‍સ રેસીડેન્સી ત્રણ રસ્‍તાથી એરપોર્ટ થઇ છત્રીસ કવાર્ટર્સ ચાર રસ્‍તા થઇ લખુરાઇ ચાર રસ્‍તા થઇ જી.આઇ.ડી.સી. ત્રણ રસ્‍તા, ત્યાંથી આત્‍મારામ સર્કલ થઇ આર.ટી.ઓ સર્કલ સુધીનો માર્ગ, જિલ્‍લા ઉદ્યોગ સર્કલ ત્રણ રસ્‍તા થઇ જ્યુબિલી સર્કલ થઇ કલેક્ટર કચેરી થઇ કોલેજ રોડ થઇ પ્રિન્‍સ રેસીડેન્‍સી ત્રણ રસ્‍તા સુધીનો માર્ગ સમાવાયો છે. બીજી તરફ, માંડવીમાં માંડવી નગરપાલિકા ભુજ ઓક્ટ્રોયથી રૂકમાવતી પુલ થઇ લાયજા રોડ, ગઢશીશા ત્રણ રસ્‍તા સુધીના માર્ગ માટે વાહનોની મહત્તમ સ્‍પીડ લીમીટ ૪૦ કિલોમીટર નક્કી કરાઈ છે. આ જાહેરનામાની બહોળી પ્રસિધ્‍ધિ પોલીસ ખાતાએ ઉપરના સ્‍થળોઓ પર લોકોને વ્‍યવસ્‍થિત દેખરેખ અને વંચાય એ રીતે ડિસ્‍પ્‍લે બોર્ડ રાખી કરવાનો રહેશે. તેમજ ચુસ્‍ત અમલ માટે સબંધિત રસ્‍તાઓ પર હાજર રહી ચુસ્‍ત અમલ કરાવવાનો રહેશે. આ હુકમ સામે કોઇ શખ્‍સને વાંધો કે સૂચન હોય હો તેઓએ પોતાના વાંધાઓ કે સૂચનો જાહેરનામાની પ્રાથમિક પ્રસિધ્‍ધિ થયાની તારીખથી ૩૦ દિવસમાં મોકલી આપવાના રહેશે. ત્‍યારબાદ આવેલ વાંધા કે સૂચનો ધ્‍યાને લેવામાં આવશે નહીં અને આખરીનામું બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્પીડ લીમીટ નક્કી કરતા જાહેરનામા બહાર પડે છે પરંતુ તેની વાસ્તવિક અમલવારી ભાગ્યે જ થાય છે. ટાંચા સાધનો અને માનવબળના અભાવે પોલીસ પણ યોગ્ય રીતે અમલીકરણ કરાવી શકતી નથી. ત્યારે, કલેક્ટરનું આ જાહેરનામું કાગળ પર ના રહી જાય તેવો પણ અંદેશો છે.  


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ