click here to go to advertiser's link
Total Visitors : 4520250  
       
25-Apr-2018, Wednesday
Home -> Bhuj -> Dalit leader Jignesh Mevani in Kutch will discuss about future course of action
Tuesday, 10-Apr-2018 - Bhuj 12305 views
દલિત નેતા જિજ્ઞેશ મેવાણી ભુજમાં, જમીન મુદ્દે આંદોલન અંગે ઘડશે વ્યૂહ

કચ્છખબરડૉટકોમ, ભુજઃ યુવા દલિત આગેવાન અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે. કચ્છમાં સરકારી જમીન ફાળવણી થઈ ગઈ હોવા છતાં દલિતોને 35 વર્ષથી જમીનનો કબ્જો ના મળતો હોવા મુદ્દે આગામી 14મી એપ્રિલે મેવાણીએ સામખિયાળી હાઈવે પર ચક્કાજામનું એલાન આપ્યું છે. તે સંદર્ભે આજની બેઠકમાં રૂપરેખા ઘડાય તેવી શક્યતા છે. બપોરે ભુજ આવી પહોંચેલા મેવાણી જમીનનો કબ્જો નામ મળતાં કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતરેલાં રાપરના દલિતોની મુલાકાત લઈ કલેક્ટર સમક્ષ ફરી જમીન ફાળવવા રજૂઆત કરવાનાં છે. તો, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે બેઠક યોજી ભાવિ આંદોલનને સફળ બનાવવા ચર્ચા કરશે. ત્યારબાદ સાંજે ભચાઉમાં આયોજીત એક મહિલા સંમેલનમાં તે હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, મેવાણીએ ગઈકાલે રાજ્યના મુખ્ય સચિવની મુલાકાત લઈ તેમને કચ્છના દલિતોને વર્ષોથી નહીં અપાતી જમીનોના મુદ્દે રજૂઆત કરી હતી.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ