click here to go to advertiser's link
Total Visitors : 3044834  
       
21-Jan-2018, Sunday
Home -> Bhuj -> Bhuj Maheswary community protests demolition of Ganesh temple
Wednesday, 10-Jan-2018 - Bhuj 12903 views
MLAએ જેના વિકાસ માટે 5 લાખ ફાળવેલાં તે મંદિર ‘દબાણ’ ગણી તોડી પાડ્યું
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ નવા ગોડાઉન બનાવવા નજીકના સંત રોહિદાસનગરમાં આવેલા ગણેશ અને લુણંગદેવના મંદિરનું ડિમોલીશન કરતાં ભુજ મામૈ મહેશ્વરી સમાજે સતત બીજા દિવસે તેનો આકરો વિરોધ જારી રાખ્યો છે. એપીએમસીએ આ જગ્યા તેની માલિકીની હોવાનું જણાવી મંદિરને ‘દબાણ’ ગણી ગઈકાલે મહેસુલ-પોલીસ કાફલા સાથે મંદિર તોડી પાડ્યું હતું.

જેના વિરોધમાં આજે ભુજ મામૈ મહેશ્વરી સમાજે રોહિદાસનગરના લોકો અને કોંગ્રેસના નગરસેવકો-પદાધિકારીઓની હાજરીમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથક, એસપી કચેરી અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં મામૈ મહેશ્વરી સમાજે ધાર્મિક સ્થળને તોડી પાડી ધાર્મિક લાગણી દુભાવનારા રાજકીય અગ્રણીઓ, એપીએમસી, પોલીસ અને મહેસુલ તંત્રના જવાબદાર લોકો સામે ત્રણ દિવસની અંદર ફોજદારી પગલાં ભરવા માંગણી કરી છે. જો પગલાં ના લેવાય તો કચ્છના દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણાં અને ચક્કાજામનો વિરોધ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રોષે ભરાયેલાં યુવાનોએ એપીએમસીના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. મામૈ મહેશ્વરી સમાજે વહીવટી અને પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓની મિલિભગતથી આ મંદિર તોડી પડાયું હોવાનો આરોપ કરી રજૂઆત કરી છે કે, ભુજના નાયબ મામલતદાર, ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઑફ લેન્ડ રેકર્ડ, ભુજ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારી સહિતના કાફલાએ ગઈકાલે બપોરે રોહિદાસનગરમાં સમાજના સ્થાનિક આગેવાનો અને મહિલાઓ સહિતના લોકો સાથે ધાક-ધમકી તેમજ ગેરવર્તણૂંક કરી ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર રીતે ડિમોલીશન કર્યું હતું. મંદિર તોડી પાડતાં પહેલાં કોઈ આગોતરી જાણકારી કે નોટીસ અપાઈ નહોતી.

મંદિર દબાણ હતું તો ધારાસભ્યએ વિકાસકાર્યો માટે કેમ 5 લાખ ફાળવેલાં?

શહેરમાં અનેક સ્થળે દબાણો હોવા છતાં માત્ર દલિત સમાજના ધાર્મિક સ્થળને નિશાન બનાવાયું હોવાનો આરોપ કરી મામૈ મહેશ્વરી સમાજે ઘટસ્ફોટ કર્યો છે કે, આ મંદિરની જગ્યાના વિકાસ માટે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યે ચબુતરો, બાઉન્ડરી અને મહિલાઓ માટે સ્નાનઘાટ બનાવવા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવેલી છે. જો આ જગ્યા દબાણગ્રસ્ત હોય તો ધારાસભ્યએ કઈ રીતે આ ગ્રાન્ટ ફાળવી તે તપાસનો વિષય છે. ભુજ નગરપાલિકાએ પણ વિકાસકાર્યો અંતર્ગત અહીં સીમેન્ટની ખુરશીઓ ફાળવેલી છે.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ