click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Bhuj -> Bhuj courts conviction 2 year imprisonment under Arms Act
Saturday, 03-Mar-2018 - Bhuj 70906 views
રતીયામાં દેશી બંદુક સાથે ઝડપાયેલાં શખ્સને બે વર્ષની કેદની સજા

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપાવાના નવ વર્ષ જૂના એક કેસમાં ભુજના ફર્સ્ટ એડિશનલ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ.પરમારે આરોપીને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવી બે વર્ષની કેદની અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 11 એપ્રિલ 2009નાં રોજ ભુજ તાલુકાના રતીયા ગામે હનુમાનજીના મંદિર તરફ જતા રસ્તા પરથી પોલીસે અબ્દુલ ગફૂર હસન ભુરીયા (રહે. રતીયા, ભુજ)ને તેના કબ્જામાં રહેલી ટૂંકી નાળવાળી દેશી બંદૂક (કિંમત રૂપિયા 1 હજાર) સાથે ઝડપી પાડ્યો હતો. ભુજ તાલુકા પોલીસે આરોપી સામે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 (1) અને બીપી એક્ટ કલમ 135 હેઠળ ફરિયાદ નોંધી હતી. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ અરવિંદ બી. તડવીની દલીલો અને આરોપી સામેના પૂરાવાને અનુલક્ષીને ફર્સ્ટ એડિશનલ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ.પરમારે આરોપીને આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા કરવા સાથે 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો, બી.પી.એક્ટ હેઠળ કૉર્ટે આરોપીને ચાર માસની સાદી કેદની સજા ફટકારી છે.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક