click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Bhuj -> 12 police constables appointed in west Kutch LCB
Thursday, 11-Jan-2018 - Bhuj 69674 views
ભુજ LCBમાં 12 જણાંની પ્રતિનિયુક્તિ, અમુક જૂના ચહેરા પુનઃ ગોઠવાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતાં 12 જેટલાં પોલીસ કર્મચારીઓને ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રતિનિયુક્ત કરાયાં છે. આ બાર કર્મચારીઓમાં અમુક ભૂતકાળમાં એલસીબી કે એસઓજી જેવી મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલાં ‘જૂના અને જાણીતા’ ચહેરાઓ પણ પુનઃ ગોઠવાઈ ગયાં છે.

જિલ્લા પોલીસ વડાએ કરેલા હૂકમ અનુસાર મુંદરાના એએસઆઈ ઈશાક હાસમ હિંગોરા, ભુજ બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ સંજય વજેસંગ ગઢવી, પેરોલ ફર્લો સ્ક્વૉડના નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, માનકૂવાના પોલીસ કોન્સ્ટેબલ કાનાભાઈ હમીરભાઈ રબારી, પોલીસ હેડ ક્વાર્ટર (હાલે માંડવી પ્રતિ નિયુક્ત)ના હેડ કોન્સ્ટેબલ દિનેશ મનુભાઈ મટ્ટી, મુંદરા મરીનના પોલીસ કોન્સ્ટેબલ વિજય હિરાભાઈ બારબસીયા, ગઢશીશાના પોલીસ કોન્સ્ટેબલ દેવજી શામજી મહેશ્વરી, નખત્રાણાના વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, નલિયાના શિવરાજસિંહ પ્રવિણસિંહ રાણા, દયાપરના લોક રક્ષક મયૂરસિંહ પ્રવિણસિંહ ઝાલા, મુંદરાના જીતુદાન તખતદાન ગઢવી અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લોક રક્ષક ચંદ્રકાંત કાંતિલાલ કટારાની એલસીબીમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક