click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhachau -> Samkhiyali Police expose illegal mining of China clay at Adhoi
Tuesday, 09-Jan-2018 - Samkhiyali 124987 views
આધોઈ સીમમાં ગેરકાયદે ચાઈના ક્લેની ખાણ, પોલીસે ડમ્પર સાથે બે ઝડપ્યાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સામખિયાળી પોલીસે આધોઈના સીમ વિસ્તારમાં ધમધમતી ચાઈના ક્લે માટીની ગેરકાયદે ખાણનો પર્દાફાશ કરી ચાઈના ક્લે ભરેલાં એક ડમ્પરને કબ્જે કરવા સાથે બે શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. બાતમીના આધારે સામખિયાળી પોલીસના સિનિયર પીએસઆઈ જે.એમ.ગઢવીએ તેમની ટીમ સાથે આધોઈની સીમમાં દરોડો પાડી ચાઈના ક્લેનું ગેરકાયદે પરિવહન કરી રહેલાં જીજે 12 એયુ 6272 નંબરના ડમ્પરને ઝડપી પાડ્યું હતું.

પોલીસે ડમ્પરમાં બેસેલાં ડ્રાઈવર બાબુભાઈ જીવાભાઈ કોલી અને ક્લિનર કાનજીભાઈ વિભાભાઈ કોલી (રહે. લાકડીયા, ભચાઉ)ની પૂછતાછ કરતાં તેમણે માટીની આ ખાણ રાપર તાલુકાના નીલપર ગામનાં રહીશ રમેશ કુંભા કોલીનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડમ્પર કબ્જે લઈ ત્રણેય જણાં ગેરકાયદે ચાઈના ક્લેનું ઉત્ખનન કરતાં હોઈ તેમની પ્રવૃત્તિ અંગે જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી અને ખાણ-ખનીજ અધિકારીને વિગતવાર રીપોર્ટ મોકલી આપી ખાણની માપણી કરાવી આગળની કાર્યવાહી કરવા જાણ કરી છે. કામગીરીમાં પીએસઆઈ ગઢવી સાથે હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, નિતેશદાન ગઢવી વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન