click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Bhachau -> Hit N Run near Chirai 21 year old boy from Rapar died on spot
Wednesday, 06-Dec-2017 - Bhachau 8922 views
ભચાઉ નજીક હિટ એન્ડ રનઃ ટ્રેલર અડફેટે યુવકનું મોત
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના મોટી ચીરઈ નજીક હાઈવે પર અજાણ્યો ટ્રેલરચાલક મોટર સાયકલ પર જતાં યુવકને અડફેટે લઈ મોત નીપજાવી નાસી છૂટ્યો હોવાનો બનાવ બન્યો છે. દુર્ઘટના આજે સાંજે છ વાગ્યાના અરસામાં ઘટી હતી. મૃતક 21 વર્ષિય સાગર કાનજી વાળંદ નામનો યુવક મોટર સાયકલ (જીજે 12 બીસી 1021) લઈ ગાંધીધામથી રાપર જઈ રહ્યો હતો. ત્યારે, અજાણ્યા ટ્રેલરચાલકે ટક્કર મારતાં સાગરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રેલર સાથે નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે ભચાઉ પોલીસે અજ્ઞાત ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર