click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Bhachau -> Earthquake of 3.3 magnitude felt near Bhachau today morning
Wednesday, 29-Nov-2017 - Bhuj 42542 views
3.3ની તીવ્રતાના વધુ એક આંચકાથી ભચાઉની ધરા ધણધણી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉની ધરતી આજે વધુ એકવાર 3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધૃજી ઉઠી છે. આજે સવારે 8.57 મિનિટે ભચાઉથી 22 કિલોમીટર દૂર ચોબારી નજીક 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન આ કેન્દ્રબિંદુમાં 2થી લઈ 3.3ની તીવ્રતાના ભૂકંપના કુલ 5 આંચકા નોંધાઈ ચૂક્યાં છે. જમીનમાં 13 કિલોમીટરની ઊંડાઈથી ઉદભવેલાં આંચકાના કારણે આસપાસના ગામોનાં લોકોએ ઝટકો અનુભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસમાં પૂર્વ કચ્છમાં અત્યારસુધીમાં 3થી ઉપરની તીવ્રતાના કુલ ચાર આંચકા નોંધાઈ ચૂક્યાં છે. આ પૂર્વે ગત 19મીએ ભચાઉ નજીક 3.5, 11મીએ રાપર નજીક 3.2 અને બીજી તારીખે ભુજ નજીક 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

Share it on
   

Recent News  
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ