click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Anjar -> Two person dupes Rs 3.50L FIR lodged at Anjar Police station
Tuesday, 05-Dec-2017 - Anjar 8903 views
અંજારના બે શખ્સોએ સાડા 3 લાખ રૂપિયાની કરી ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારમાં રહેતાં બે શખ્સોએ સાડા ત્રણ લાખ રૂપિયા ઉછીના લઈ પરત ના કરતાં તેમની વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. સાંતલપુરના ગરામડી ખાતે રહેતાં બાબુભાઈ ખાતા આહીરે રાજેશ બધા અજાણા (રહે. વરસામેડી) અને ધનજી ખીમા મકવાણા (રહે. જરૂ)ને ઉછીના સાડા 3 લાખ રૂપિયા આપ્યાં હતા. નાણાં લીધા બાદ બંને જણાંએ પરત આપવામાં બહાનાબાજી શરૂ કરી દીધી હતી. એટલે સુધી કે, બાબુભાઈ નાણાંની ઉઘરાણી માટે રૂબરૂ પહોંચ્યા તો આરોપીઓએ તેમને તારાથી થાય તે કરી લે હવે તારા પૈસા તને પાછાં નહીં

મળે તેમ કહી ગાળાગાળી કરી હતી. બનાવ ગત 15-9-2017ના રોજ બન્યો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. અંજાર પોલીસે બાબુભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર